હેલ્થ ડેસ્ક: વધુ પ્રમાણમાં મેલાનિન પિગમન્ટ (સ્કિનમાં રહેલાં
ATUL BARIA
હેલ્થ ડેસ્ક: વધુ પ્રમાણમાં મેલાનિન પિગમન્ટ (સ્કિનમાં રહેલાં ડાર્ક બ્રાઉન અને કાળા રંગદ્રવ્ય)નું પ્રોડક્શન વધવાથી હોઠ કાળા પડી જાય છે. સન ટેનિંગ અને હોર્મોનલ ચેન્જિસ, શિયાળામાં હોઠ ફાટી જવા, સ્મોકિંગ, વધુ પ્રમાણમાં કેફીનનું સેવન અને ખરાબ ક્વોલિટીના લિપ પ્રોડક્ટ્સનો ઉપયોગ હોઠને કાળા કરી દે છે. તો જાણો નેચરલી હોઠને ગુલાબી, સ્મૂધ અને ગ્લોઈંગ કરવાની ટિપ્સ.


બદામ અને મિલ્ક


રાતે 2 બાદ પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢીને વાટી લો. હવે આ પેસ્ટમાં 1 ચમચી કાચું દૂધ મિક્સ કરો. પછી તેને હોઠ પર લગાવીને મસાજ કરો. 10-15 મિનિટ રાખી ધોઈ લો. આનાથી હોઠ ગુલાબી થશે.


લીંબુનો રસ અને બદામનું તેલ


1 ચમચી લીંબુનો રસ લઈ તેમાં 1 ચમચી બદામનું તેલ મિક્સ કરો. જ્યારે પણ હોઠ ડ્રાય લાગે ત્યારે આ મિશ્રણ લગાવો અને 10 મિનિટ રાખીને ધોઈ લો. સનટેનથી કાળા થયેલાં હોઠ માટે બેસ્ટ ઉપાય છે.


લીંબુ અને ખાંડ


લીંબુની એક પાતળી સ્લાઈઝ કાપીને તેની પર થોડી ખાંડ ભભરાવો. પછી હોઠ પર આ સ્લાઈઝને હળવા હાથે રબ કરો. ખાંડ બેસ્ટ એક્સફોલિએટનું કામ કરે છે અને હોઠ પરની ડેડ સ્કિન દૂર કરીને નેચરલી બ્લીચ કરે છે.


હળદર અને મલાઈ


1 ચમચી ઠંડી મલાઈમાં 1 ચપટી હળદર મિક્સ કરો. પછી તેનાથી રોજ 3-5 મિનિટ હોઠ પર મસાજ કરો. આ ઉપાયથી હોઠ સ્મૂધ અને ગ્લોઈંગ લાગશે.


દહીં અને લીંબુનો રસ


1 ચમચી દહીં લઈ તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. પછી આ મિશ્રણ હોઠ પર લગાવો. 10 મિનિટ રાખીને ધોઈ લો.
Like
Comment
Share